REMEMBER: સર્વ વ્યાપી રોગચાળા દરમિયાન બાળકો સાથે નો વ્યવહાર

Hesham Hamoda, MD, MPH
Staff Psychiatrist, Boston Children’s Hospital
Assistant Professor, Harvard Medical School

Illustrations by: Dr. Serag Eldin Kamel

TRANSLATED BY: DR MAYUR V KAKU (MBBS, M.CH) AND DR SOWMYASHREE MAYUR KAKU (MBBS, PH.D), BANGALORE, INDIA

WHO દ્વારા 135 દેશોમાં કોવિડ-19 ના રોગચાળાના કેસ નોંધાયા છે અને વધુ વિસ્તરણ થવાની સંભાવના છે. વિશ્વભરના કરોડો બાળકોના જીવન ઉપર અસર થઇ છે.
શું તમે આ સમાચાર થી ગભરાઈ ગયા છો? તમે એકલા નથી !
અહીં કેટલાક સરળ ઉપાય છે, જેનો ઉપયોગ કરીને માતા-પિતા તેમના બાળકોને મદદ કરી શકે છે. આ મુશ્કેલ સમય દરમિયાન “યાદ રાખો” (REMEMBER):

1. REASSURE THEM – (આશ્વાસન આપો): સત્ય સ્થાપિત તથ્યોને વળગી રહો. બાળકોને એ જણાવો કે તમે તેમને મદદ કરવા માટે અને તેમને સુરક્ષિત રાખવા માટે હંમેશા તેમની સાથે છો. સદભાગ્યે જે જાણકારી હમણાં મળી રહી છે એ જણાવે છે કે બાળકોને આ બીમારી હળવી રીતે થાય છે.

2. EMPOWER THEM – (સશક્ત બનાવો): બાળકો પાસે મૂલ્યો શીખવાની અને સમાજ માટે વિચારવાની સારી તક છે. તેમને અગ્રગામી સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ધન્યવાદ પત્ર લખવા માટે પ્રેરિત કરો.(આ પત્ર પછી પણ તેમને મોકલી શકાય છે.) રાહતકાર્ય માટે દાન કરો,વૃદ્ધ પાડોશીઓ ને ફોન લગાડી તેમના સ્વાસ્થ્ય સંબંધિત પૂછપરછ કરો અથવા એમને શુભેચ્છા-પત્ર મોકલો.

3. MAINTAIN YOUR CALM – (તમારી પોતાની શાંતિ જાળવી રાખો): તમારા મનને શાંત રાખો.બાળકો, તમે જે કરો એ જ કરશે, તમે તમે જે કહો એ નહીં. તમારું પોતાનું પણ ખ્યાલ રાખો જેનાથી તમે તનાવ થી દૂર રહેશો અને બાળકોનું ખ્યાલ રાખી શકશો.

4. ENGAGE THEM – (એમને વ્યસ્ત રાખો): આ સમય પરિવાર સાથે પસાર કરવાનો સૌથી સરસ અવસર છે. બાળકોને વ્યસ્ત રાખો. એમની સાથે અલગ-અલગ રમતો રમી શકાય, ચલચિત્ર જોઈ શકાય, સાથે જમવાનું બનાવી શકાય અને સાથે કસરત અથવા નૃત્ય પણ કરી શકાય!

5. MANAGE THEIR EMOTIONS – (એમની લાગણીઓને સમજો): બાળકોને પ્રશ્ન પૂછવાનો અવસર આપો. આ મહામારી માં તેમની ભાવનાઓ શું છે? એમને કેવી રીતે આ મહામારી પ્રભાવિત કરી રહી છે? આ બાબતો ઉપર ચર્ચા કરો. આ પણ એક વસ્તુ છે, જે જરૂરી છે; કારણ કે શાળા બંધ હોવાના કારણે એમના મિત્રો અને સામાન્ય દિનચર્યાઓ થી વંચિત રહેવાના કારણે એમની ભાવના ઉપર અસર થઇ શકે છે. તમને હંમેશા જવાબ દેવાની જરૂર નથી, પણ હા સાંભળવાથી પણ ઘણા ફાયદાઓ થઈ શકે છે. બાળકોને ઊંડા શ્વાસ લેવા(Deep Breathing) અને ધ્યાન(Meditation) કરવાની વિશ્રાંતિ પદ્ધતિઓ શીખવાડવા થી ફાયદો થઈ શકે છે. 

6. BEWARE – (સાવધાન રહો): સમાચાર જોવા અને વાંચવાથી બાળકો ઉપર ભારી અસર થઈ શકે છે અને મીડિયામાં દેખાડેલા હર એક સમાચાર સાચા હોય એ જરૂરી નથી.

7. EDUCATE THEM – (એમને શિક્ષિત કરો): બાળકોને હાથ કેવી રીતે સાફ કરવા? ખાંસી અથવા છીકવા ટાણે મોઢું કેવી રીતે ઢાંકવું? જેવી સરળ પણ સરસ આદતો બાબત શિક્ષિત કરવું જરૂરી છે. વિજ્ઞાનમાં તેમને રુચિ આવે એટલા માટે આ સમયનો ઉપયોગ કરી શકાય છે. આ બીમારીની રસી ની ખોજ કરવાવાળા વૈજ્ઞાનિક માટે કેટલી અભિમાનની વાત રહેશે? અથવા આ બીમાર લોકો નું ધ્યાન રાખવા વાળા ચિકિત્સક અને નર્સ કેટલું અદભૂત કામ કરી રહ્યા છે? આ સફાઈ કર્મચારીઓ આપણે બધાને સુરક્ષિત રાખવા માટે કેટલુ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે!

8. ROUTINES – (દિનચર્યા): જેટલું થઈ શકે એટલું દિનચર્યાનું પાલન કરો. પરિવાર સાથે રાત્રિનું ભોજન કરવું, સુવાના પહેલા કથાઓ સાંભળવી, ઘરમાં જ રાત્રે બધાએ મળીને ચલચિત્ર જોવા, જેવા ઘણા બધા કાર્યો સાથે કરી શકાય છે. ભૂલ્યા વગર બાળકોથી ઘરે જ થોડા વ્યાયામ કરાવો અને નિયમિત રૂપથી એમને પાણી પીવડાવો. થઈ શકે તો ઘર અથવા ઘરના આંગણામાં તાજી હવા નું સેવન કરો.